Mahisagar : કડાણા ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાશે

Mahisagar : કડાણા ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 4:35 PM

મહીસાગરના(Mahisagar) ભાદર ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ડેમના બે દરવાજા ખોલીને ભાદર નદીમાં પાણી છોડાયું છે. ભાદર ડેમ 96.15 ટકા ભરાતા રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે.

ગુજરાત(Gujarat)અને રાજસ્થાનમાં સતત પડી રહેલા વરસાદના પગલે અનેક નદી અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. જેમાં કડાણા ડેમમાં પણ પાણીની આવક વધી છે. જેના પગલે મહીસાગરના (Mahisagar) કડાણા ડેમમાંથી (Kadana Dam) 4 લાખ કયુસેકથી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવશે.જેના પગલે ડુબાણ વાળા પુલો પર વાહન વ્યવહારની અવરજવર બંધ કરવામાં આવશે. તેથીતંત્રએ નીચાણવાળા વિસ્તારના 128 ગામોને એલર્ટ કર્યા છે. જયારે સરપંચ, તલાટી, તાલુકા પંચાયતના સભ્યોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે. આ ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે.

આ ઉપરાંત મહીસાગરના ભાદર ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ડેમના બે દરવાજા ખોલીને ભાદર નદીમાં પાણી છોડાયું છે. ભાદર ડેમ 96.15 ટકા ભરાતા રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે. જેમાં ડેમના દરવાજા ખોલીને 1020 ક્યુસેક પાણી છોડાયું છે. તેમજ ડેમમાં 1020 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જયારે ડેમની સપાટી 123.72 મીટર પર પહોંચી છે.

g clip-path="url(#clip0_868_265)">