Mahisagar: મહીસાગરમાં લુણાવાડા જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીએ આત્મહત્યા કરતા હડકંપ મચ્યો છે. જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારી મનોજ પટેલે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી છે. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે સરકારી હોસ્પિટલના તબીબ ડૉ.ધર્મેન્દ્ર ચૌહાણે નશાની હાલતમાં ફોન પર ધમકી આપી હતી. આ સાથે મયુર સોની અને ડૉ.ધર્મેન્દ્ર ચૌહાણ કામગીરીને લઇને દબાણ કરતા હોવાનો પણ પરિવારજનોનો આરોપ છે.
આ પણ વાંચો: ભાજપમાંથી છેડો ફાડીને ગયેલા નેતાઓ ફરી ભાજપમાં સામેલ, જે.પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણે કર્યા કેસરિયા
હાલ તો સમગ્ર મામલે લુણાવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરંતુ લુણાવાડામાં કર્મચારીની આત્મહત્યાનો તબીબ પર આરોપ લાગ્યો છે. સરકારી હોસ્પિટલના કર્મચારીની આત્મહત્યાને મામલે પોલીસ તપાસ કરશે. આત્મા હત્યા પહેલા મનોજ પટેલે સુસાઇડ નોટ લખી જે બાદ આત્મહત્યા કરી હતી. તબીબ ધમકી આપતા હોવાનો આરોપ છે.
મહીસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:39 pm, Tue, 6 June 23