શિક્ષાના ધામમાં પાખંડી આસારામની પુજા ! લુણાવાડાની પ્રાથમિક શાળા વિવાદ મુદ્દે TPOને તપાસના આદેશ, જુઓ VIDEO
જિલ્લા શિક્ષણાધિકારીએ TPO ને તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે TPO તપાસ કરી રિપોર્ટ સોંપશે. જે બાદ કાર્યવાહી કરવામાં આવશે.
મહીસાગરની લુણાવાડાની મુવાડા પ્રાથમિક શાળામાં આસારામની પુજા કરવાના મુદ્દે તપાસના આદેશ અપાયા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ TPO ને તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે TPO તપાસ કરી રિપોર્ટ સોંપશે. જે બાદ કાર્યવાહી કરવામાં આવશે.
શાળામાં આસારામની પુજા કરતા વિવાદ વણસ્યો
મહત્વનું છે કે જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં દુષ્કર્મના આરોપી આસારામનું બેનર અને ફોટો મુકતા વિવાદ થયો હતો. પ્રાથમિક શાળામાં બાળકોના વાલીઓને બોલાવી માતૃપિતૃ પૂજન કાર્યકમ યોજાયો હતો. જેના દ્રશ્યો લોકોને વિચલિત કરે તેમ હતા. આ કાર્યકમમાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરવામા આવી હતી.એટલું જ નહીં આસારામના પ્રવચન સંભળાવી ફોટાની પૂજા કરવામાં આવી હતી. સમગ્ર બનાવના વીડિયો-ફોટો સામે આવતા વિવાદ સર્જાયો.
મહત્વનું છે કે આસારામને કોર્ટે બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. ત્યારે આવા ગુનેગાર આસારામના ફોટાની આરતી ઉતારી શાળા બાળકોને કેવા પ્રકારના સંસ્કાર આપવા માંગે છે તેવા અનેક સવાલો ઉભા થયા છે.
