Mahesana : ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video

|

Apr 25, 2023 | 10:15 AM

મહેસાણાના વડુ રોડ પર ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળી આવી છે. કડી તાલુકામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળવાની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ મહેસાણાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનો મેડિકલ વેસ્ટ મળ્યો છે.

મહેસાણાના કડી તાલુકાના ઘુમાસણ ગામે નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડા થયાની ઘટના સામે આવી છે. મહેસાણાના વડુ રોડ પર ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળી આવી છે. કડી તાલુકામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળવાની આ પ્રથમ ઘટના નથી. એક અઠવાડિયામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળ્યાની આ ત્રીજી ઘટના છે. બેજવાબદાર લોકોના કૃત્ય સામે તંત્ર જાણે કે આખ મીંચીને સૂતુ હોય તેવો ઘાટ સર્જાયો છે. મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન થતા નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડા થઇ રહ્યા છે. સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Mahesana: કડીની ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારંભ યોજાયો, 14 વિદ્યાર્થીઓને મેડલ તથા રેન્ક સર્ટિફિકેટ અપાયાં

એક્સપાયરી ડેટવાળી 100થી વધુ બોટલો મળી

આ અગાઉ પણ મહેસાણાના કડી-નંદાસણ રોડ પર દવાની એક્સપાયરી ડેટવાળી 100થી વધુ બોટલો મળી આવી હતી. સરસાવથી ખેરપુર ગામ વચ્ચે રોડ નજીક જ કચરાના ઢગલામાં બોટલો ફેંકી દેવામાં આવી હતી. કોઈ મેડિકલ સ્ટોરનો સંચાલક એક્સપાયરી ડેટવાળી દવાની બોટલો ફેંકીને ફરાર થઈ ગયાનો અંદાજ આવ્યો હતો. 100થી વધુ સીરપની બોટલો ફેંકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આ બોટલો કોણ ફેંકી ગયુ તે અંગે પોલીસ તપાસ કરીને આરોપીઓ સામે કડક પગલા ભરે તેવી સ્થાનિકોએ માગણી કરી રહ્યાં હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video