મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ થયા ગુમ, મહામંડલેશ્વર ભારતીબાપુના દેવલોક થયા બાદ ગાદી સંભાળી હતી

હરીહરાનંદ ભારતી બાપુની લિખિત ચીઠ્ઠી અને વીડિયો આવ્યા સામે છે. હરીહરાનંદ ભારતી બાપુનો વીડિયો ટીવીનાઈન પાસે છે. આ વીડિયોમાં બાપુએ ઘણા સમયથી ધમકીઓ મળતી હોવાની વાત કરી છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 02, 2022 | 8:39 PM

રાજ્યમાં વધુ એક ધાર્મિક સ્થળનો વિવાદ બહાર આવ્યો છે. જૂનાગઢ (Junagadh) ભારતી આશ્રમ (Bharti Ashram) ના ગાદીપતિ હરીહરાનંદ ભારતી બાપુ (Hariharanand Bharti Bapu) આજે સવારથી ગુમ થઈ ગયા છે. જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ તેમણે ગાદી સંભાળી હતી. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી હરીહરાનંદ ભારતી બાપુ વ્યથિત હતી. આ કારણે તેઓ આશ્રમ છોડીને નીકળી ગયા છે. તેમનો કોઈ સંપર્ક થી શક્યો નથી. હરીહરાનંદ ભારતી બાપુની લિખિત ચીઠ્ઠી અને વીડિયો આવ્યા સામે છે. હરીહરાનંદ ભારતી બાપુનો વીડિયો ટીવીનાઈન પાસે છે. આ વીડિયોમાં બાપુએ ઘણા સમયથી ધમકીઓ મળતી હોવાની વાત કરી છે. આશ્રમના વીલમાં નામ હોવા છતાં કાવાદાવા થતાં હોવાનું પણ હરીહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું છે. વીડિયોમાં તેઓ જણાવે છે કે વીલ મારા નામે હોવા છતાં ખોટા વીલ બનાવાયા છે. મારા નામે ખોટી રીતે કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે આથી મેં કંટાળીને નીકળી જવાનો નિર્ણય લીધો છે.

ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનું સરખેજ આશ્રમમાં 11 એપ્રિલ 2021ના રોજ નિધન થયા બાદ મહંત હરિહરાનંદ બાપુ  ભારતી બાપુના નવા વારસદાર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતી બાપુના ગુજરાતમાં 5 આશ્રમ આવેલા છે, જુનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામાં આવી હતી. ત્યાર બાદ હરિહરાનંદ બાપુને વીધિવત રીતે ગાદી સાંપવામાં આવી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી સરખેજ આશ્રમને લઈને વિવાદ ચાલતો હતો જેના કારણે હરીહરાનંદ ભારતી બાપુ મુંજવણમાં હતા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati