Lunavada: મહિસાગર જિલ્લાના ત્રાકડી ગામની સીમમાં 65 વર્ષિય વૃદ્ધા સાથે દુષ્કર્મ, વૃદ્ધા હોસ્પિટલમાં સારવાર હેઠળ

|

Feb 07, 2022 | 1:26 PM

મહિસાગર જિલ્લાના ત્રાકડી ગામની સીમમાં વૃદ્ધા પશુઓને ચરાવવા માટે ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ કોઈ અજાણ્યો શખસ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો, ઘટના સામે આવતા પોલીસે FSL અને ડોગ સ્કોડની મદદ લઈ આરોપીની શોધખોળ શરૂ કરી છે

મહિસાગર (Mahisagar) જિલ્લાના ત્રાકડી ગામ (Trakdi village) ની સીમમાં વૃદ્ધા (old woman) પશુઓને ચરાવવા માટે ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ કોઈ અજાણ્યો શખસ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. ઘટના સામે આવતા પોલીસ (police)  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની તમાપસમાં FSL અને ડોગ સ્કોડની પણ મદદ લેવાઇ રહી છે.

દુષ્કર્મની ઘટના બાદ વૃદ્ધા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે. આ સાથે પોલીસે મહિલાનું નિવેદન લઈ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. વૃદ્ધા સાથે આવું કૃત્ય આચરનાર હવસખોર સામે લોકોમાં ભારે રોષ જેવા મળી રહ્યો છે.

પોલીસ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના ત્રાકડી ગામના 65 વર્ષનાં એક વૃદ્ધાં ત્રાકડી અને વખતપુર ગામ વચ્ચેની સીમમાં ઢોર ચરાવવા ગયા હતા, તે સમયે કોઈ અજાણ્યા ઈસમે એકલતાનો લાભ લઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અજાણ્યો ઈસમ આવી વૃધ્ધ મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો હતો, આ સમયે યુવાનથી બચવા માટે મહિલા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સુમસામ જંગલ જેવી જગ્યા હોવાના કારણે કોઇ બચાવવા આવ્યું નહોતું.

મહિલા સાથે કરવામાં આવેલા કૃત્યની જાણ સ્થાનિક લોકોને થતાં મહિલાને સારવાર અર્થે લુણાવાડા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.આ ઘટનાની જાણ પોલીસ તંત્રને થતાં દુષ્કર્મીને ઝડપી પાડવા પોલીસે અલગ‌ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ કરીને કૃત્ય આચરનારને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

આ પણ વાંચોઃ રાજ્યમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરાવશે પ્રારંભ

Published On - 1:14 pm, Mon, 7 February 22

Next Video