Bhavnagar: મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક પણ ભાવ તળિયે, ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતોની માગણી

|

Apr 08, 2022 | 2:20 PM

હાલ ડુંગળીના મણના 60થી 150 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે. મોટા ભાગના ખેડૂતોની ડુંગળી 100 રૂપિયાથી નીચેના ભાવમાં જ વેચાય છે. ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

સમગ્ર ગુજરાતમાં ભાવનગર (Bhavnagar)જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના (Onion) વાવેતર બાદ ડુંગળી ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવનગર અને મહુવા યાર્ડમાં (Mahuva Yard) વેચાવા આવી ગઈ છે. જો કે આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતોને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખૂબજ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડમાં વધુ થઈ રહી છે. શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબ જ સારા હતા, પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. ત્યારે ડુંગળીના ભાવ નીચે જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે. ભાવનગર જીલ્લામાં આ વર્ષે 18,000થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. 4 માસ પહેલા ડુંગળીના એક મણના ભાવ 600થી 700 રૂપિયા હતા. જેને લઈ સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ડુંગળીનું વાવેતર કર્યું, પરંતુ ખેતરોમાં ડુંગળીનો પાક તૈયાર થતાં જ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે જતા રહ્યા.

હાલ ડુંગળીના મણના 60થી 150 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે. મોટાભાગના ખેડૂતોની ડુંગળી 100 રૂપિયાથી નીચેના ભાવમાં જ વેચાય છે. ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો-Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસના આરોપી મોહમ્મદ હુસેન મન્સૂરી સહિત ત્રણના જામીન મંજૂર

આ પણ વાંચો- Junagadh: ગૌચરની જમીન પર ભૂમાફિયાનો કબજો, ગૌચરની જમીન ખુલ્લી કરાવવા લોકમાગ ઉઠી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video