Gujarat Monsoon News : મહિસાગરના લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી, જુઓ Video
લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) છે. ખાનપુર, વીરપુર, દીવડા, સંતરામપુર, કડાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લુણાવાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Mahisagar : ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે (Meteorological department) આપેલી આગાહી અનુસાર મહિસાગર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) છે.
આ પણ વાંચો- Monsoon 2023 : ખેડાના નડિયાદમાં ભારે વરસાદ, વરસાદી પાણીમાં કાર ફસાઈ, જુઓ Video
ખાનપુર, વીરપુર, દીવડા, સંતરામપુર, કડાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લુણાવાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દરકોલી દરવાજા, હાટડીયા બજારમાં પણ પાણી ભરાયા છે. હુસેની ચોક, અસ્થાના બજારમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહીસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો