ભાવનગર (Bhavnagar)જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ લવ જેહાદ (Love Jihad)ને લઈ મોટુ નિવેદન આપ્યું છે. પાલિતાણા (Palitana)માં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે આ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ છેતરપિંડી નહીં ચલાવી લેવાય.
ભાવનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પાલીતાણામાં થયેલી લવ જેહાદની બે ઘટનાઓને લઈને આકરાપાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યુ કે પ્રેમ કરવો ગુનો નથી પણ વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. ઓળખ છુપાવી, ખોટા કાગળો બનાવી યુવતીને ભોળવી લે તે નહીં ચલાવાય. પરંતુ, આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે.
તેમણે કહ્યું કે વિધર્મી લોકો બહુ મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે. વિધર્મી નામ બદલી ગુજરાતની ભોળી દીકરીઓને ફસાવી રહ્યા છે. લવ જેહાદના કેસમાં ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપશે નહીં. સાથે જ તેમણે માતા પિતાને પણ અપીલ કે પોતાના સંતાનોનું ધ્યાન રાખે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. જેને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યુ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોળી સમાજનું શકિત પ્રદર્શન, કુંવરજી બાવળિયા સહિત અગ્રણી નેતાઓએ કહી આ વાત
આ પણ વાંચોઃ CHHOTA UDEPUR : વડોદરા- અલીરાજપુર હાઈવે પર બસના અકસ્માતમાં 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત, 28 ઘાયલ