Kutch : ભારે વરસાદથી અબડાસા તાલુકાનું છછી ગામ બન્યું સંપર્ક વિહોણું, નદી પર ડાયવર્ઝન તૂટી જતા માર્ગ બંધ થયો, જૂઓ Video

Kutch : ભારે વરસાદથી અબડાસા તાલુકાનું છછી ગામ બન્યું સંપર્ક વિહોણું, નદી પર ડાયવર્ઝન તૂટી જતા માર્ગ બંધ થયો, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 4:01 PM

ઉપરવાસમાં સતત વરસાદને (Rain) કારણે છછી ગામના આજુબાજુની કંકાવટી નદી ભયજનક સ્થિતિએ વહી રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે લઠેડી ગામ પાસે નદી પર ડાયવર્ઝન રસ્તો તૂટી ગયો છે.

Monsoon 2023 : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કચ્છના (Kutch ) કેટલાક તાલુકામાં સ્થિતિ વિકટ બની છે. ત્યારે અબડાસા તાલુકાના છછી ગામમાં પણ નદીઓના પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસમાં સતત વરસાદને (Rain) કારણે છછી ગામના આજુબાજુની કંકાવટી નદી ભયજનક સ્થિતિએ વહી રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે લઠેડી ગામ પાસે નદી પર ડાયવર્ઝન રસ્તો તૂટી ગયો છે. જેને કારણે છછી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નદી પરનો રસ્તો તૂટી જતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તો બીજી તરફ લોકો પોતાના જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યાં છે. JCB મશીન પર સવાર થઇ લોકો જોખમી રીતે રસ્તો પસાર કરતા નજરે પડ્યાં.

આ પણ વાંચો-Monsoon: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, મુંબઈમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત

કચ્છ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">