Gujarati Video : નર્મદા જિલ્લાના દેવલિયા ગામમાં મહિલાઓને નદીના પટ્ટમાં ખાડા ખોદી મેળવવું પડે છે પાણી

| Edited By: | Updated on: Apr 28, 2023 | 9:56 AM

નર્મદા જિલ્લાના કેટલાય ગામોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સ્થિતિ એવી છે કે નદીના કિનારે ખાડા ખોદીને તેમાંથી પાણી ભરવાનો વારો આવ્યો છે. નર્મદા ડેમથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલ દેવલિયા ગામના લોકોને વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

નર્મદા જિલ્લો નદી, નાળા, ઝરણાં અને કુદરતી સૌન્દર્યથી ભરપૂર છે. સાથે જ આ જિલ્લામાં એશિયાના સૌથી મોટા નર્મદા ડેમનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયેલું છે. છતાં પણ જિલ્લાના કેટલાય ગામોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સ્થિતિ એવી છે કે નદીના કિનારે ખાડા ખોદીને તેમાંથી પાણી ભરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Narmada: એકતાનગરમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો એક ભારત શ્રેષ્ઠ ભારતનો નજારો

નર્મદા ડેમ થી લગભગ 20 કિલોમીટર દૂર આવેલ દેવલિયા ગામના લોકોને વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તિલકવાડા તાલુકાના આ દેવલિયા ગામમાં વાસ્મો દ્વારા પીવાના પાણીની પાઈપલાઈન તથા નળ પણ નાખી દેવામાં આવ્યા છે. પણ હજુ સુધી આ નળમાં પાણી પહોંચ્યું નથી. હજુ પણ આ ગામમાં કામ અધૂરા રહેતા ગામથી 2 કિલોમીટર દૂર આવેલી નદી પર જઈ ખાડા ખોદી પાણી એકઠું કરવું પડે છે. ગામની મહિલાઓ છેલ્લા 10-15 વર્ષથી પાણી માટે ઝઝુમી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો પાણીને લગતી તમામ યોજનાઓ અહીં માત્ર કાગળ પર જ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…