Surendranagar : સુરેન્દ્રનગરના થાનમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ-4માં દરરોજ ગટરો ઉભરાતી હોવાની રાવ સામે આવી છે. વોર્ડ-4માં દરરોજ ગટરો ઉભરાતી હોવાથી લોકો ગંદા પાણી વચ્ચે રહેવા અને ચાલવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે, કે વોર્ડ-4 વિસ્તારમાં સ્થાનિકોના ઘરની પાસે તેમજ માર્ગો અને શેરીઓમાં ગટરોના ગંદા પાણી ફરી વળ્યા છે. તેમજ સ્થાનિકો ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે.
આ પણ વાંચો :Surendranagar : લીંબડી પાસે ટ્રાફિક જામ થતા વાહનચાલકો ફસાયા, જૂઓ Video
સ્થાનિકઓએ કહ્યું, કે વારંવાર તંત્રને આ વિશે રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. દરરોજ ઉભરાતી ગટરોના ગંદા પાણીથી લોકોને કેટલીક બીમારીઓ પણ થઇ શકે છે. મહત્વનું છે, કે નિંદ્રાધીન તંત્રએ પોતાની ઊંઘ ઉડાડવાની જરૂર છે. અને તંત્ર આ વિસ્તારમાં ધ્યાન આપે અને ગટરોની કામગીરી કરે તે જરૂરી છે. સ્થાનિકોએ માગ કરી છે, કે તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો