દાહોદ : પોલીસના મારથી યુવકના મોતના આક્ષેપ સાથે પોલીસ મથકે લોકોનો હોબાળો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 13, 2023 | 3:41 PM

દિવાળીના તહેવાર વચ્ચે પોલીસ દારુ લઇને જતા યુવકોને પકડવા દોડી હતી.પોલીસે યુવકો પર ચાલુ ગાડીએ લાકડી મારી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. સાથે જ પરિવારજનોએ પોલીસે લાકડી મારતા બંને યુવકો ઘાયલ થયા હોવાનો આરોપ લગાવ્યો છે.

દાહોદમાં પોલીસના મારથી યુવકનું મોત થયુ હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દાહોદ રૂરલ પોલીસ મથકે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ મથકે જ મૃતદેહ મૂકી ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ઘટના કઇક એવી છે કે દિવાળીના તહેવાર વચ્ચે દારુ લઇને જતા યુવકોને પકડવા પોલીસ દોડી હતી. પોલીસે યુવકો પર ચાલુ ગાડીએ લાકડી મારી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. સાથે જ પરિવારજનોએ પોલીસે લાકડી મારતા બંને યુવકો ઘાયલ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. જે પછી સારવાર દરમિયાન એક યુવકનું મોત થયુ છે, તો અન્ય યુવાન સારવાર હેઠળ છે.

આ પણ વાંચો- ગુજરાતમાં મહિલા અને બાળ વિભાગમાં 10 પાસ માટે નીકળી સરકારી નોકરી

ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો અને અન્ય લોકોએ પોલીસ મથકે હોબાળો કર્યો હતો. જે પછી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો