રાજકોટ વીડિયો : ખોટી ઉઘરાણીના બહાને કુખ્યાત વ્યાજખોરોએ ચાર સભ્યોના અપહરણ બાદ સગીરા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં કુખ્યાત વ્યાજ ખોરે ચાર સભ્યોના અપહરણ બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. જો ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોલીસ ફરિયાદનો ખાર રાખીને પરિવારજોનોની સામે જ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.ફરિયાદીનું માનીએ તો વ્યાજખોરોને રૂપિયા ચૂકવી દીધા હોવા છતા ઉઘરાણી કરવામાં આવતી હતી.
રાજકોટમાં સભ્ય સમાજને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે.આ ઘટના સાંભળીને કોઈ પણ વ્યક્તિના પગ નીચેથી જમીન ખસી જાય તેવી સ્થિતિ સર્જાય.રાજકોટમાં કુખ્યાત વ્યાજ ખોરે ચાર સભ્યોના અપહરણ બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે.
જો ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોલીસ ફરિયાદનો ખાર રાખીને પરિવારજોનોની સામે જ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.ફરિયાદીનું માનીએ તો વ્યાજખોરોને રૂપિયા ચૂકવી દીધા હોવા છતા ઉઘરાણી કરવામાં આવતી હતી. એક લાખ રૂપિયા આપવાનું દબાણ કરતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા ની પહેલા છેડતી કરી હતી. જેના પગલે પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.ફરિયાદ પાછી ખેંચવા માટે પણ વ્યાજખોરો દબાણ કરતા હતા. હાલ તો પોલીસે 5 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.જેમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
