Ahmedabad  : શહેરની 8 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ, આ દિગ્ગજોએ દાવેદારી માટે ઈચ્છા દર્શાવી

Ahmedabad : શહેરની 8 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ, આ દિગ્ગજોએ દાવેદારી માટે ઈચ્છા દર્શાવી

| Edited By: | Updated on: Oct 27, 2022 | 12:52 PM

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની 8 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિતની બેઠક માટે ઇચ્છુક ઉમેદવારો નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ટિકિટની વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકો દરેક વિધાનસભામાં ફીડબેક લેશે, ત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની 4 બેઠકો સહિત 8 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિતની બેઠક માટે ઇચ્છુક ઉમેદવારો નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી રહ્યા છે.

નિરીક્ષકો ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેશે

તો અસરવા બેઠક પર પણ સેન્સ પ્રકિયા શરૂ છે, તેમાં કુલ 15 બાયોડેટા છે જેમાં પ્રદીપ પરમાર, ડિબેટ ટીમના પ્રવક્તા અશ્વિન બેકર, પ્રદેશ સંયોજક બેઠક વિભગના કન્વીનર નરેશ ચાવડા, અશોક સુતરિયા સહિતના લોકોએ દાવેદારી નોંધાવી છે. તો પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમારે અને શહેર અનુસુચિત મોરચાના પ્રમુખ ભદ્રેશ મકવાણા પણ દાવેદારી કરી રહ્યા છે.

માહિતી મુજબ અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભા બેઠક (Dholka) પરથી જો ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રીપીટ ન કરવામાં આવે તો અન્યને તક મળશે. આ માટે પૂર્વ તાલુકા પ્રમુખ કેતુલ પટેલ પણ ઉમેદવાર બનવાની દર્શાવી તૈયારી. તો હાલ અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ અને કોળી સમુદાયના રમેશ મકવાણાએ પણ દાવેદારી માટે ઈચ્છા વ્યક્ત કરી છે. તો બીજી તરફ કિરીટ સિંહ ડાભીએ પણ દાવેદારી માટે તૈયારી દર્શાવી. મહત્વનું છે કે જિલ્લા પંચાયતમાં કિરીટસિંહ ડાભી શિક્ષણસમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. તો સાબરમતી વિધાનસભા બેઠક માટે APMC ધોળકાના ચેરમેન પ્રવિણસિંહ ડાભીએ પણ દાવેદારી કરી રહ્યા છે.

નિરીક્ષકો ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાંભાજપે મુરતિયાઓની પસંદગી પ્રક્રીયા શરૂ કરી છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વનું છે કે, હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને ગણપત વસાવાને (Ganpat Vasava) અમદાવાદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરની વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિત અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠકની સેન્સ લેવાઈ રહી છે.

આજથી 2 દિવસ મુરતિયાઓ માટે મંથન કરશે ભાજપ

ભાજપ આજથી 2 દિવસ મુરતિયાઓ માટે મંથન કરશે. અમદાવાદ, સુરત, વડોદરા ,ગાંધીનગરમાં આજે નિરીક્ષકો સેન્સ લેશે. ગાંધીનગરની 5 બેઠકમાંથી 3 બેઠક માટે આજે સેન્સ લેવાશે. પૂર્વ પ્રધાન આર સી ફળદુ,ઉદય કાનગઢ, નિમુ બંધનિયા સેન્સ લેશે. નિરીક્ષકો મુરતિયાઓના નામ પર મંથન કરશે. જો કે દહેગામ અને રાજકોટમાં આવતીકાલે સેન્સ લેવામાં આવશે.

 

 

Published on: Oct 27, 2022 11:16 AM