સૌરાષ્ટ્રના ક્રિકેટ એસોસિએશનના 5 ક્રિકેટરોની કિટમાંથી મળ્યો દારૂ-બિયરનો જથ્થો, જુઓ વીડિયો

સૌરાષ્ટ્રના ક્રિકેટ એસોસિએશનના 5 ક્રિકેટરોની કિટમાંથી મળ્યો દારૂ-બિયરનો જથ્થો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 28, 2024 | 10:48 AM

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જુનિયર ક્રિકેટરો ચંદીગઢ ક્રિકેટ રમવા ગયા હતા.સૌરાષ્ટ્રની અંડર-23ની ક્રિકેટ ટીમ ચંદીગઢ મેચ રમવા ગઇ હતી.ત્યારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે ક્રિકેટ કિટમાંથી દારૂ ઝડપાયો હતો.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 5 ક્રિકેટરોની કિટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળ્યો હોવાની ઘટના સામે આવી છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જુનિયર ક્રિકેટરો ચંદીગઢ ક્રિકેટ રમવા ગયા હતા.સૌરાષ્ટ્રની અંડર-23ની ક્રિકેટ ટીમ ચંદીગઢ મેચ રમવા ગઇ હતી.ત્યારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે ક્રિકેટ કિટમાંથી દારૂ ઝડપાયો હતો. પરંતુ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં દારુ અને બિયરનો જથ્થો ઝડપાયો છે.

ક્રિકેટની કિટમાંથી 27 દારૂની બોટલ અને 2 યુનિટ બિયરનો જથ્થો ઝડપાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સિનિયરને ખુશ કરવા માટે દારુ લઈની આવ્યા હતા. ત્યારે હવે અનેક સવાલો ઉભા થાય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જુનિયર ક્રિકેટરોએ સીનીયરને ખુશ કરવા સારુ ક્રિકેટ નહિ દારૂ,બિયર ની બોટલ લાવવી જરૂરી છે? જુનિયર ક્રિકેટરો ક્યાં સિનિયર ખેલાડી ને ખુશ કરવા અન્ય ખેલાડીઓ દારૂ , બિયર ની સપ્લાઇ કરતા હતા. શું SCA આ મામલે ગંભીર તપાસ કરી જવાબદાર સામે પગલાં લેશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 28, 2024 10:45 AM