Vadodara Video: દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો, કારની બ્રેક લાઇટમાં સંતાડી દારૂની બોટલ, 2ની ધરપકડ

|

Mar 29, 2024 | 4:09 PM

વડોદરામાં બુટલેગરો કારની બ્રેક લાઇટમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે. કરોડિયા રોડ પર રહેતા મોહન શેખાવતને પોલીસે ઝડપ્યો છે. તેમજ  છાણી પાસે ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા 2 શખ્સ ઝડપી પાડ્યા છે.

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં દારુની હેરાફેરીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ બુટલેગરોને ઝડપવા માટે પોલીસ સતર્ક થઈને કામગીરી કરી રહી છે. છતા પણ  દારૂની હેરાફેરી માટે બુટલેગરો સતત નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે.

વડોદરામાં બુટલેગરો કારની બ્રેક લાઈટમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે. કરોડિયા રોડ પર રહેતા મોહન શેખાવતને પોલીસે ઝડપ્યો છે. તેમજ  છાણી પાસે ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા 2 શખ્સ ઝડપી પાડ્યા છે. પોલીસે ચિરાગ રાવળ અને મોહન શેખાવત પકડાયા છે. જે પૈકી એક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video