Gujarati VIDEO : ગામડાની ગલીઓમાં સાવજના આંટાફેરા, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

Gujarati VIDEO : ગામડાની ગલીઓમાં સાવજના આંટાફેરા, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

| Edited By: | Updated on: Mar 23, 2023 | 10:58 AM

જૂનાગઢના વિસાવદરના ખંભાળિયા ગામમાં સિંહ દેખાયો, સિંહના આંટાફેરા CCTV માં કેદ થતા હાલ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

Junagadh : જૂનાગઢના વિસાવદરના ખંભાળિયા ગામમાં સિંહ દેખાયો, સિંહના આંટાફેરા CCTV માં કેદ થયા. મહત્વનું છે કે કેટલાક સમયથી સાવજો રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળે છે. તો ઘણી વખતા વાછરડા સહિતના પશુના મારણ પણ કરે છે, ત્યારે હાલ વિસાવદરના રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા મારતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

વિસાવદરના રહેણાંક વિસ્તારમાં ડાલામથાની ડણક

જૂનાગઢના જંગલ વિસ્તારમાં વિસ્તારમાં તમે ડાલામથ્થાને લટાર મારતા ચોક્કસ જોયા હશે, હાલ જ્યારે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે, ત્યારે પાણીની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં પણ નજરે ચડી જતા હોય છે. થોડા દિવસ અગાઉ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. જેમાં એક સિંહ વિલીંગ્ડન ડેમમાં પાણી પીને ડેમના કિનારે આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.

તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. ત્યારે સિંહોની રહેણાંક વિસ્તારમાં અવરજવરના બનાવોમાં પણ વધારો થયો છે. રાજુલા બાદ ખાંભાના રહેણાંક વિસ્તારમાં પણ સિંહ આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. થોડા દિવસો અગાઉ ખાંભા શહેરમાં રાત્રિના સમયે સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી.