લિહોડાકાંડ, પોલીસની ભૂમિકા સામે આવશે તો કરાશે કડક કાર્યવાહીઃ SP

લિહોડાકાંડ, પોલીસની ભૂમિકા સામે આવશે તો કરાશે કડક કાર્યવાહીઃ SP

| Edited By: | Updated on: Jan 15, 2024 | 6:26 PM

દહેગામ તાલુકાના લિહોડાકાંડને લઈ હવે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે આરોપી બુટલેગરને ઝડપી લીધો છે, તો બીજી તરફ પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જો રિપોર્ટમાં અન્ય કોઈ કારણો સામે આવશે તો એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસની ભૂમિકા પણ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે એમ એસપીએ મીડિયા સમક્ષ બતાવ્યુ છે.

લિહોડા કાંડને લઈ ગાંધીનગર જિલ્લા પોલીસ સામે સવાલો શરુ થઈ ચૂક્યા છે. હવે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કરીને આરોપી બુટલેગરને જેલના હવાલે કરી દીધો છે. જોકે પોલીસે હાલ તો માત્ર પ્રોહિબિશન એક્ટ હેઠલ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પરંતુ જો રિપોર્ટમાં અન્ય કારણ સામે આવશે તો, વધુ અન્ય ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ

મડિયા સમક્ષ ગાંધીનગર એસપી રવિતેજા વાસમશેટ્ટીએ આ અંગેની વિગતો આપી હતી. તેઓએ એમ પણ જણાવ્યુ હતુ કે, પોલીસની ભૂમિકા ક્યાંય જણાઈ આવશે તો, એ દીશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે દહેગામ પોલીસ સામે પણ આ મામલે તપાસ કાર્યવાહી થઈ શકે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 15, 2024 06:23 PM