જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો, વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ, જુઓ Video
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિ તળાવ બોટનિકલ ગાર્ડનમાં દીપડો જોવા મળતા ચકચાર મચી ગઈ હતી. સ્ટાફ દ્વારા તેની હાજરી નોંધાયા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરાઈ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં દીપડાની અચાનક એન્ટ્રી થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. યુનિવર્સિટીના પરિ તળાવ બોટનિકલ ગાર્ડન વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હતો. આજે સવારે યુનિવર્સિટીના સ્ટાફ સભ્યો બોટનિકલ ગાર્ડનમાં ઓબ્ઝર્વેશન માટે ગયા ત્યારે તેમનો દીપડા સાથે અચાનક સામનો થયો હતો. આ ભયજનક પરિસ્થિતિના કારણે સ્ટાફમાં ભારે ડર અને ગભરાટ ફેલાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને દીપડાને પકડવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. વન વિભાગની સરાહનીય અને ત્વરિત કામગીરીના કારણે દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
દીપડો પકડાતા યુનિવર્સિટીના સ્ટાફ અને પ્રશાસને હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગની સમયસરની કાર્યવાહીથી કેમ્પસમાં સ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
