Gandhinagar News : પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ, જુઓ Video

|

Sep 28, 2024 | 2:24 PM

ગુજરાતના પાટનગર ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે દિપડો દેખાયો હોવાની જાણ વન વિભાગને કરી હતી.

રાજ્યના અનેક વિસ્તારોમાં કેટલીક વાર દીપડા દેખાય છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે દિપડો દેખાયો હોવાની જાણ વન વિભાગને કરી હતી. જેથી વન વિભાગની 3 ટીમોએ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ સાથે જ વન વિભાગે લોકોને ઘરેની બહાર ન નીકળવા અપીલ કરી.

દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો

તો આ તરફ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો. દીપડાએ ભેંસ પર હુમલો કરતા ભેંસને માથા અને આંખના ભાગે ઇજા પહોંચાડી હતી. અહીં દીપડાને પાંજરે પુરવા સ્થાનિકોએ માગ કરી છે. આ ઉપરાંત નવસારીના વાંસદાની વાત કરીએ તો વાલઝર ગામમાં બાળકી પર દીપડાએ હુમલો કરતાં બાળકીને ગળાના ભાગે 22 ટાંકા આવ્યા છે. દીપડાના હુમલાને કારણે વાલઝરમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

Next Video