ગીર સોમનાથના સુત્રાપાડામાં કૂવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યૂ કરાયું

|

Dec 11, 2021 | 8:51 PM

રેસ્ક્યુ ટીમ સાથે વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.અને દોઢેક કલાકના રેસ્ક્યૂ બાદ દીપડાને સહી સલામત પિંજરે પુરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો..

ગીર સોમનાથના(Gir Somnath)સુત્રાપાડામાં કૂવામાં ખાબકેલા દીપડાનું(Leopard)રેસ્ક્યૂ કરાયું છે.સૂત્રાપાડાના (Sutrapada) પ્રશ્નાવડામાં 35 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા દીપડોનું રેસ્ક્યૂ કરાયું. પ્રશ્નાવડા ગામે એક ખેડૂતના ૩૫ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં અકસ્માતે દીપડો ખાબક્યો હતો.જેની જાણ ખેડૂતને થતાં તેણે વેરાવળ રેન્જનાં અધિકારીઓને જાણ કરી હતી.

જ્યારે રેસ્ક્યુ ટીમ સાથે વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.અને દોઢેક કલાકના રેસ્ક્યૂ બાદ દીપડાને સહી સલામત પિંજરે પુરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધારાસભ્ય આશા પટેલના ખબર અંતર પૂછ્યા

આ પણ વાંચો : કોરોનાકાળમાં પણ ગુજરાત સરકારે વિકાસ કામોની ગતિને રોકાવા દીધી નથી : અમિત શાહ

Next Video