બ્રેકિંગ ન્યૂઝ: ગાંધીનગર જિલ્લામાં ફરી દેખાયો દીપડો, ચારથી પાંચ લોકો પર કર્યો હુમલો, જુઓ વીડિયો
ગાંધીનગર જિલ્લાના દહેગામના કડજોદરા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગામમાં 4થી 5 લોકો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ દીપડાએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. દીપડો દેખાયો હોવાની માહિતી મળતી વન વિભાગ પણ દોડતુ થઇ ગયુ છે. દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ચારથી પાંચ લોકો પર દીપડાનો હુમલો
ગાંધીનગર જિલ્લાના દહેગામના કડજોદરા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગામમાં 4થી 5 લોકો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ દીપડાને પકડવાની કવાયત શરુ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી દીપડો પકડાયો નથી.
આ પણ વાંચો-ગાંધીનગર : CID ક્રાઈમે વિઝા કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી, કુડાસણ પાસેથી ધરપકડ, જુઓ વીડિયો
અગાઉ પણ ગાંધીનગરમાં દેખાયો હતો દીપડો
ગાંધીનગરમાં અગાઉ સચિવાલય અને તે પહેલા ઇન્દ્રોડા પાર્કમાં દીપડો દેખાયો હોવાની ઘટના બનેલી છે. જો કે અત્યાર સુધી દીપડાએ કોઇને ઇજા પહોંચાડી હોય તેવી ઘટના બની નથી.પહેલી વાર ગાંધીનગરના દહેગામમાં દીપડાના હુમલાની ઘટના બની છે. કડજોદરા ગામમાં દીપડાએ લોકો પર હુમલો કર્યો છે. વન વિભાગને જાણ થતા જ ટીમ ત્યાં પહોંચી ગઇ હતી.ગામની આસપાસ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.રખિયાલ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. દીપડાને પકડવા વન વિભાગની ટીમ સતર્ક બની છે.
