અમદાવાદ કોંગ્રેસમાં થયેલા ભડકાને ડામવા નેતાઓ મેદાનમાં, કહ્યું કોઈ રાજીનામું અપાયું નથી

|

Jan 09, 2022 | 7:28 PM

કોંગ્રેસ મોવડી મંડળે દાવો કર્યો છે કે નારાજ કોર્પોરેટરોને મનાવી લેવામાં આવશે. નારાજ કોર્પોરેટરો શહેજાદ ખાનની વિરુદ્ધમાં પોતાની મનમાની કરાવવા દબાણ કરી રહ્યા છે.ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના નિરીક્ષક સીજે ચાવડાએ કહ્યું કે કોઈ રાજીનામુ અપાયું નથી

અમદાવાદ(Ahmedabad)શહેર કોંગ્રેસના(Congress)નેતાઓ વચ્ચેનો વિવાદ સળગતો જઈ રહ્યો છે. અમદાવાદ( AMC)ના વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણની ચર્ચા થતા કોંગ્રેસના 10 કોર્પોરેટરોએ રાજીનામું(Resign)આપ્યું છે આ મુદ્દે નારાજ કોર્પોરેટર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મળ્યા હતા અને કોઈ અન્ય સિનિયર નેતાને વિપક્ષના નેતા બનાવવા રજૂઆત કરી હતી.

સીજે ચાવડાએ કહ્યું કે કોઈ રાજીનામુ અપાયું નથી

તો બીજીબાજુ કોંગ્રેસ મોવડી મંડળે દાવો કર્યો છે કે નારાજ કોર્પોરેટરોને મનાવી લેવામાં આવશે. નારાજ કોર્પોરેટરો શહેજાદ ખાનની વિરુદ્ધમાં પોતાની મનમાની કરાવવા દબાણ કરી રહ્યા છે.ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના નિરીક્ષક સીજે ચાવડાએ કહ્યું કે કોઈ રાજીનામુ અપાયું નથી

વિરોધ કરનારા નેતાઓને કોઈ પદની ઈચ્છા હશે

સમગ્ર વિવાદના કેન્દ્રમાં રહેલા શહેજાદ પઠાણ સામે કોંગ્રેસની મહિલા કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે શહેજાદ મહિલા નેતાઓનું સન્માન કરતો નથી અને અગાઉ પણ તેમની વિરુદ્ધ ફરિયાદો થઈ ચુકી છે. આ સાથે સિનિયર નેતાની પસંદગી એએમસીના વિપક્ષના નેતા તરીકે થવી જોઈએ. ત્યારે આ મામલે શહેજાદખાન પઠાણે કહ્યું કે… વિરોધ કરનારા નેતાઓને કોઈ પદની ઈચ્છા હશે

મહિલા કાઉન્સીલરો રાજીનામાને લઈ મક્કમ

આ તરફ નારાજ કાઉન્સીલરો લડી લેવાના મૂડમાં હોય તેવું જોવા મળ્યું. નારાજ મહિલા કાઉન્સીલરોએ સોશિયલ મીડિયા પર લડકી હું લડ શક્તિ હું ઝુંબેશ શરૂ કરી લડકી હું લડ શક્તિ હું નોરો પ્રિયંકા ગાંધી દ્વારા આપવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ સામે લડવા આપ્યો છે નારો… મહિલા કોર્પોરેટર પોતાના પક્ષમાં લડવા અપનાવી રહી છે આ નારો ત્યારે નારાજ મહિલા કાઉન્સીલરો રાજીનામાને લઈ મક્કમ છે.

આ પણ વાંચો : વડોદરામાં પતંગરસિકોની બજારમાં ભીડ ઉમટી, કોરોના નિયમોનું ઉલ્લંઘન

આ પણ વાંચો : VALSAD : ગર્ભવતી મહિલાનું અપહરણ અને બાદમાં ગેંગ રેપ, 3 આરોપી પોલીસની ગિરફ્તમાં

Published On - 7:16 pm, Sun, 9 January 22

Next Video