Vadodara : પાદરામાં IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં LCBના દરોડા, બિયરના ટીન સહિત લાખો રુપિયા જપ્ત, જુઓ Video

Vadodara : પાદરામાં IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં LCBના દરોડા, બિયરના ટીન સહિત લાખો રુપિયા જપ્ત, જુઓ Video

| Edited By: | Updated on: May 21, 2023 | 7:18 AM

વડોદરાના પાદરામાં IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે જિલ્લા LCBએ લીલા કોમ્પલેક્સમાં ફ્લેટ નં-401માં દરોડા પાડ્યા હતા.

વડોદરાના પાદરામાં IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે જિલ્લા LCBએ લીલા કોમ્પલેક્સમાં ફ્લેટ નં-401માં દરોડા પાડ્યા હતા. LCBએ 14 નંગ બિયરના ટીન અને લાખો રૂપિયા જપ્ત કર્યા છે. આ સાથે જ બુકીના હિસાબ લખેલી નોંધના કાગળો પણ મળી આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે LCBના દરોડા પહેલા આરોપી ફરાર થઇ ગયો છે.

આ પણ વાંચો : Vadodara: કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલ સસ્પેન્ડ, RSSના પ્રશિક્ષણ વર્ગમાં હાજર રહેતા કરવામાં આવી કાર્યવાહી

રાજકોટમાંથી ઝડપાયો હતો ક્રિકેટનો સટ્ટો

તો બીજી તરફ રાજકોટમાં જ્યાં પોલીસની નજરથી બચીને ઓનલાઇન સટ્ટો રમાડવા માટે બુકીઓએ એક હાઇટેક રસ્તો શોધ્યો હતો. પરંતુ બુકીઓની આ તરકીબ સફળ થાય તે પહેલા જ પોલીસે તેમના મનસુબા પર પાણી ફેરવી દીધુ હતુ. આજકાલ દેશમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની મોસમ જામી છે. ત્યારે રાજકોટમાં ખાનગી કાફેમાં ચાના કપ પર QR કોડ દ્વારા ઓનલાઇન સટ્ટો રમાડવાની ઘટનાનો પર્દાફાશ થયો હતો.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો