Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં કડક કાર્યવાહી, અગાઉ બે વાર પેપર લીક કર્યા હોવાની આશંકા

| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:33 AM

સૌરાષ્ટ્ર યુનિ. પેપર લીક કાંડમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાબરા લૉ કોલેજના આચાર્ય સહિત 6 આરોપીના ઘરે પોલીસનું સર્ચ જોવા મળ્યું.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurashtra university) પેપર લીકનો (Paper Leak Case) કેસનો વિવાદ વધતો જઈ રહ્યો છે. આ વચ્ચે પેપર લીકના આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી ચાલુ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે આ કેસમાં આચાર્ય સહીત 6 આરોપી ઝડપાયા છે. ત્યારે બાબરા લૉ કોલેજના આચાર્ય સહિત 6 આરોપીના ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ત્યારે અગાઉ પેપર લીક કર્યા છે કે નહીં તેને લઈને તપાસ ચાલી રહી છે. પોલીસને આશંકા છે કે અગાઉ બે વાર પેપર લીક કર્યા છે. ત્યારે પોલીસની 6 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.

જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર યુનિ. પેપર લીક કાંડમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીના બાબરામાં આવેલી સરદાર પટેલ કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરૈશી સહિત 2 કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરૈશીનું નામ સામે આવ્યા બાદ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીકોમનું સેમેસ્ટર-3નું પેપર લીક થયું હતું. જેમાં 6 લોકોની સંડોવણી સામે આવતા તેમના સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ રીતે પેપર ફૂટ્યું?

અમરેલીના બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર ખુરેશી સાથે ત્યાંના પટ્ટાવાળા ભીખુ સેજલિયાએ પારસ રાજગોરની ઓળખાણ કરાવવામાં આવી હતી. અને પેપર આપવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં સૌ પ્રથમ યુનિવર્સિટીમાંથી પેપર આવ્યું હતું. ત્યારે સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર ખુરેશીએ તે જ કોલેજના ક્લાર્ક રાહુલ પંચાસરને પેપરનો ફોટો પાડવા કહ્યું હતું. રાહુલે પેપર આવતા જ ફોટો પાડી વિદ્યાર્થી પારસ રાજગોરને મોકલ્યો હતો. રાહુલે આ પેપરનો ફોટો દિવ્યેશ ધડુકને મોકલ્યો અને દિવ્યેશ ધડુકે આ ફોટો એલીશ ચોવટીયાને મોકલ્યા બાદ દિવ્યેશે આ ફોટો વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

 

આ પણ વાંચો: અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો પાણી પ્રદૂષિત કરતા હોવાનો વિડીયો વાયરલ, ઉદ્યોગ મંડળે સમગ્ર ઘટના પર આપ્યો આવો જવાબ

આ પણ વાંચો: પંચમહાલ જિલ્લામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તડામાર તૈયારીઓ, ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી