વલસાડમાં મોડી રાત્રે એસિડથી હુમલાની ઘટના, ચિકલીગર ગેંગના શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનો આરોપ, જુઓ Video
વલસાડમાં મોડી રાત્રે એસિડથી હુમલાની ઘટનાને લઈ ચકચાર મચી છે. ઘરની બારી પાસે સૂતા વ્યક્તિ પર એસિડ એટેક કરવામાં આવ્યો. ચિકલીગર ગેંગના શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.
વલસાડમાં મોડી રાત્રે એસિડ એટેકની ઘટના ઘટી છે. મોગરાવાડીના અમ્બુ નગર વિસ્તારમાં ઘરની બારી પાસે સૂતા વ્યક્તિ પર એસિડ એટેક કરવામાં આવ્યો. જેમાં ઘાયલ થયેલો વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચિકલીગર ગેંગના શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.
આ પણ વાંચો : Gujarat Video: સાવલીમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ શાળામાં સફાઈ કરાવી, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી
હુમલો કેમ કરવામાં આવ્યો તે કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ મોગરાવાડી ખાતે આ ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિ પર એસિડ ફેકવામાં આવે છે. મહત્વનુ છે કે પરિવાર જનોને પણ આ અંગે કોઈ પ્રકારની માહિતી નથી કે આ કૃત્ય કરનાર લોકો કોણ હતા. ક્યાં કારણે આ ઘટના બની તેને લઈને પણ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
