AHMEDABAD : તમિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુસેનાના હેલીકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં CDS બિપિન રાવત સહિત 12 સૈન્યકર્મીઓ અને અધિકારીઓના નિધનથી દેશભરમાં શોકનો માહોલ છે.ત્યારે અમદાવાદના ગોદરેજ ગાર્ડનસિટી ખાતે શહીદોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હેલીકોપ્ટર ક્રેશમાં ભારતના પહેલા CDS જનરલ બિપિન રાવત થતા સાથી સૈન્યકર્મીઓનું નિધન થતા કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી સિક્કીમ સુધીના તમામ ભારતીયોની આંખો ભીની થઇ ગઈ છે. ખરેખર ભારતે એક સુપર હીરો ગુમાવ્યો છે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટીના રહેવાસીઓએ આ તમામને શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર થશે
તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે દિલ્હીમાં કરવામાં આવશે. આ પહેલા સામાન્ય લોકો દિલ્હીમાં તેમને અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપી શકશે. જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને સામાન્ય જનતાના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન 3 કામરાજ માર્ગ ખાતે સવારે 11 થી 12:30 વાગ્યા સુધી રાખવામાં આવશે.
સેનાના જવાનો માટે બપોરે 12:30 થી 1:30 વચ્ચેનો સમય નક્કી કરવામાં આવશે, જેમાં તેઓ બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપશે. નોંધનીય છે કે Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડર સિવાય સશસ્ત્ર દળના 10 જવાનો શહીદ થયા હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટના છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં બનેલી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક છે, જેમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા.