અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં લાભપાંચમની ઉલ્લાસભેર કરાઈ ઉજવણી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 18, 2023 | 9:57 PM

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં લાભ પાંચમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમની વર્લ્ડવાઈડ કામગીરી બદલ દેશવિદેશમાં અપાયેલ એવોર્ડ્સ આચાર્ય સ્વામીજી મહારાજને અર્પણ કરાયા છે.

સ્વામિનારાયણ મંદિરમાં લાભપાંચમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, આપણે ભાગ્યવાન છીએ કે આપણને કારણ સત્સંગ મળ્યો છે નવા વર્ષના શુભ દિવસે સારા વિચાર સાથે ભગવાનને પ્રાર્થના કરતાં સારું જીવન જીવીએ તથા કામ, ક્રોધ, લોભ, મોહ, માયાને તિલાંજલિ આપી ભગવત્પરાયણ જીવન જીવીએ.

આ શુભ પ્રસંગે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમની વર્લ્ડવાઈડ કામગીરી બદલ દેશવિદેશમાં અપાયેલ વિશ્વ શાંતિ એવોર્ડ, સેફ ટેક એવોર્ડ વગેરે એવોર્ડ્સ જે તમામ પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને અર્પણ કરાયા હતા.

આ પણ વાંચો : વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એરફોર્સનું રિહર્સલ, જુઓ જવાનોના દિલધડક કરતબ

ખાસ કરી નેપાળ, બાંગ્લાદેશ, ભારત તથા એશિયન દેશોની સંગઠિત બેઠકમાં ફિલિપાઇન્સ નેશનલ પોલીસના ડાયરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવ્યો હતો. આ અવસરનો લાભ દેશ પરદેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો