હાઈકોર્ટના ચુકાદાથી કચ્છના મુન્દ્રા તાલુકાના 22 ગામોને નર્મદાના નીર પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે લેન્ડ એકવિઝીશન મામલે ચાલતી અરજીઓ મામલે સ્ટે ઓર્ડર હટાવતા માર્ગ મોકળો થયો.હાઇકોર્ટના આ આદેશ બાદ કચ્છના મુન્દ્રા તાલુકાના 22 ગામોની 32 હજાર હેક્ટર જમીનને નર્મદાનું પાણી મળશે.

AHMEDABAD : કચ્છના મુન્દ્રા તાલુકાના 22 ગામોને નર્મદાના નીર પહોંચાડવાનો માર્ગ બન્યો મોકળો બન્યો છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે લેન્ડ એકવિઝીશન મામલે ચાલતી અરજીઓ મામલે સ્ટે ઓર્ડર હટાવતા માર્ગ મોકળો થયો.હાઇકોર્ટના આ આદેશ બાદ કચ્છના મુન્દ્રા તાલુકાના 22 ગામોની 32 હજાર હેક્ટર જમીનને નર્મદાનું પાણી મળશે.. 2013 ની સાલમાં હાઇકોર્ટ દ્વારા લેન્ડ એકવિઝિશન મામલે થયેલી અરજીના આધારે સ્ટે ઓર્ડર આપવામાં આવતા કેનાલનું બાકીનું કામ પૂર્ણ થઈ શકતું નહોતું.. જે મામલે ચાલી રહેલી અરજીઓને ફગાવી મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે પ્રત્યેકને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો.

હાઈકોર્ટના આ ચુકાદાથી  હવે મુન્દ્રા તાલુકાના 22 ગામોમાં હવે સિંચાઇ અને પીવાના પાણી પહોંચાડવાનો માર્ગ હવે મોકળો બન્યો છે..કચ્છમાં એમ પણ પાણી એક મોટો પ્રશ્ન છે અને વરસાદ પણ ઓછો હોવાથી સમસ્યા સર્જાતી હતી, પણ હવે હાઇકોર્ટના આદેશ બાદ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કેનાલનું બાકીનું કામ પૂર્ણ કરીને પાણી પહોંચાડવાનું કામ ઝડપથી પૂર્ણ કરશે.

ઉલ્લેખનીય છે કે કચ્છની જીવાદોરી એવી નર્મદા યોજનાનો મદ્દો ગત ચોમાસું સત્રમાં વિધાનસભામાં ગાજ્યો હતો. ભુજ ના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે કચ્છ શાખા નહેરના કામમાં ભારે વિલંબનો ઉલ્લેખ કરવાની સાથે સમગ્ર જિલ્લાની મીટ મંડાઇ છે, અને એ નર્મદાનાં વધારાનાં પાણીના મામલે પણ રજૂઆત કરતાં કહ્યું હતું કે, આ યોજના વેળાસર સાકાર કરવાની જરૂર છે.

આ પણ વાંચો :

Click on your DTH Provider to Add TV9 Gujarati