કચ્છ : માંડવી નગરપાલિકા કચેરીના બે લાંચિયા અધિકારી ઝડપાયા, કામના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ
રૂપિયા 90 લાખના બિલ પાસ કરી ચેક આપવા માટે માંડવી નગરપાલિકાના હેડકલાર્ક કાનજી મહેશ્વરી દ્વારા સવા બે લાખની લાંચ માગવામાં આવી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી ACBને ફરિયાદ કરી હતી. તેથી ACBએ છટકું ગોઠવીને હેડકલાર્ક અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
કચ્છની માંડવી નગરપાલિકા કચેરીમાંથી બે લાંચિયા અધિકારી ઝડપાયા છે. માંડવી પાલિકાનો હેડક્લાર્ક અને પટાવળો લાંચ લેતાં ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. ACBએ બન્નેને રૂ.2.25 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. હેડક્લાર્ક કાનજી બચુ મહેશ્વરી અને પટાવાળો વ્રજેશ મહેશ્વરી ઝડપાયો છે. કોન્ટ્રાક્ટના કામના 90 લાખનો ચેક આપવા માટે લાંચ માગી હતી.
આ પણ વાંચો કચ્છ : અંજારમાં ટીમ્બર વેપારીના પુત્રનું અપહરણ, સવા કરોડ રૂપિયાની માગી ખંડણી
રૂપિયા 90 લાખના બિલ પાસ કરી ચેક આપવા માટે હેડકલાર્ક કાનજી મહેશ્વરી દ્વારા સવા બે લાખની લાંચ માગવામાં આવી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી ACBને ફરિયાદ કરી હતી. તેથી ACBએ છટકું ગોઠવીને હેડકલાર્ક અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.