Kutch : મુંદ્રા પોર્ટ પરથી પાકિસ્તાની આર્મીના વપરાશનો સામાન મળી આવ્યો

|

Jan 28, 2022 | 1:00 PM

મુન્દ્રા પોર્ટ પર શંકાસ્પદ 10 કન્ટેનરોમાંથી પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઇક્વિપમેન્ટના અવશેષો મળી આવ્યાં છે.આ પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર ઘૂસાડાતા હોવાનો પણ ખુલાસો થયો છે

કચ્છના(Kutch)  મુદ્રા પોર્ટ(Mundra Port)  પર ફરી એકવાર પાકિસ્તાનની(Pakistan)  મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું છે..મુન્દ્રા પોર્ટ પર શંકાસ્પદ 10 કન્ટેનરોમાંથી પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઇક્વિપમેન્ટના અવશેષો મળી આવ્યાં છે.આ પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર ઘૂસાડાતા હોવાનો પણ ખુલાસો થયો છે..પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ હાલ વાયા અફઘાનિસ્તાન, ઈરાન અને દુબઇ થઇ કાર્ગો મુન્દ્રામાં ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યાં છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પાકિસ્તાની ફોજનાં શસ્ત્ર- સરંજામના અવશેષો ભંગારની સાથે વાયા દુબઇ થઇ મુન્દ્રામાં ઘૂસાડવાના નાપાક કારસાને નિષ્ફ્ળ બનાવ્યો હતો.

મહત્વનું છે કે અમદાવાદની સાંઈ બંધન ઈન્ફિનિયમ પ્રાઇવેટ લીમીટેડ પેઢી દ્વારા મુન્દ્રા સ્થિત હિન્દ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે 10 કન્ટેનર ઘૂસાડવામાં આવ્યાં હતાં. જેમાં વિવાદાસ્પદ કાર્ગો સાથે દોઢ કરોડની ડ્યૂટીચોરી સામે આવી છે.

આ પણ વાંચો : Surat: કોર્પોરેશનનો ઈ વાહનોના વપરાશ પર વધુ ભાર, ટેક્સ માળખામાં પણ સુધારો

આ પણ વાંચો : Kutch : કોરાના રસીના બુસ્ટર ડોઝની કામગીરી ઝડપી બનાવાઇ ,લક્ષ્યાંક પૂર્ણ કરવા કવાયત

Next Video