ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા બે–ત્રણ દિવસથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ રતનાલમાં કરા સાથે વરસાદ વરસ્યો છે.
કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. આજે પણ કચ્છના ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ખાવડા, મોખાણા, મમુઆરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના રતનાલમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનની સાથે કરાનો વરસાદ વરસ્યો છે. કચ્છમાં માધાપર, કોટડા, નાડાપા ધાણેટીમાં વરસાદ વરસ્યો છે.
રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી 5 દિવસ માવઠુ થવાની શકયતા છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે. પહેલી મે થી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે તેવી શક્યતા છે. વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…