Gujarati Video: રાજકોટમાં ડેરી, બેકરી અને ફાસ્ટફૂડની દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા, વાસી બેકરી પ્રોડક્ટનો કરાયો નાશ

Rajkot News : RMC દ્વારા ફાસ્ટફૂડ, ડેરી અને બેકરીમાં દરોડા પાડીને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મવડી ચોકડી નજીક શિવમ દાબેલીમાંથી 5 કિલો વાસી દાબેલી મળી આવતાં આવતાં સ્થળ પર જ તેનો નાશ કરીને નોટિસ અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 3:38 PM

રાજકોટમાં કોર્પોરેશનના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. RMC દ્વારા ફાસ્ટફૂડ, ડેરી અને બેકરીમાં દરોડા પાડીને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મવડી ચોકડી નજીક શિવમ દાબેલીમાંથી 5 કિલો વાસી દાબેલી મળી આવતાં આવતાં સ્થળ પર જ તેનો નાશ કરીને નોટિસ અપાઈ છે. આ તરફ બિગબાઈટ કિચનમાંચઈ 4 કિલો વાસી બેકરી પ્રોડક્ટ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરીને નોટિસ અપાઈ છે. બીજી તરફ નાનામૌવા રોડ પર મેંગો ચીલી રેસ્ટોરન્ટમાંથી 6 કિલો વાસી ખોરાક મળી આવ્યો અને મવડીમાં આવેલી રાધેશ્યામ ડેરીમાંથી લીધેલા દૂધના નમૂના ફેલ થયા છે.

આ પણ વાંચો-Gujarati Video: મનપાના પશ્ચિમ વિભાગનો લાંચિયો ઈજનેર ઝડપાયો, રૂ. 20 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યો

બે દિવસ પહેલા રાજકોટમાં રૈયા રોડ અને માલવિયા વિસ્તારમાં આરોગ્ય વિભાગે કેરીના રસના વિક્રેતાના ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. ચેકિંગ કરતાં સામે આવ્યું છે કે, કેરીના રસમાં એસેન્સ અને કલરનું મિશ્રણ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ બિનઆરોગ્યપ્રદ રસ વેચતા કનકાઈ સ્ટોરમાંથી 160 કિલો અને રાજ સ્ટોરમાંથી 210 કિલો એમ કુલ મળીને 370 કિલો બિનઆરોગ્યપ્રદ કેરીના રસને નાશ કર્યો હતો.

રસ વિક્રેતાઓ નફો કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થય સાથે સરેઆમ ચેડા કરી રહ્યા છે. કેમકે હાલ બજારમાં કેરીના ભાવ પ્રતિ 10 કિલો 1100થી 1200 રૂપિયા ચાલી રહ્યા છે. પરંતુ બજારમાં કેરીનો રસ 120થી 140 રૂપિયામાં મળી રહ્યો છે. ત્યારે આવા સમયે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે કેરીના રસના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડી તેમની સામે કાર્યવાહી કરી છે.

(વિથ ઇનપુટ-રોનક મજેઠિયા, રાજકોટ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">