Kutch: રૂકમાવતી નદીનો કોઝવે ધોવાતાં યુવક સામે કાંઠે ફસાયો, પોલીસે નદી પાર કરાવી
માંડવીમાં ભારે વરસાદને પગલે વીજલાઇન પર વૃક્ષ પડતા જીવંત તાર તૂટી ગયો હતો. વીજળીનો જીવંત તાર પાણીમાં પડી જતા એક મજૂરને કરંટ લાગ્યો હતો જેને પગલે મજૂરનું મોત નીપજ્યું હતું.
કચ્છ (Kutch) માં પડી રહેલા ભારે વરસાદ (heavy rain) ને કારણે નદી નાળા છલકાઈ રહ્યાં છે. દરમિયાન માંડવી રૂકમાવતી નદીમાં પાણીમાં એક યુવક ધસમસતા પાણી વચ્ચે ફસાઈ ગયો હતો. નદીના પ્રવાહમાં ફસાયેલા યુવકને પોલીસે રેસ્કયુ (rescue) કરી બચાવ્યો હતો. માંડવીમાં મુશળઘાર વરસાદ બાદ નદીમાં બે દિવસથી ધસમસતું પાણી વહી રહ્યું છે. આ યુવક નદીના પાણીમાં ફસાઈ ગયો હોવાની જાણકારી મળતાં જ માંડવી પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને રૂકમાવતી નદીના ઘસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકને માંડવી પોલીસ એ રેસ્કયુ કરીને બચાવ્યો હતો.
કચ્છમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારમે લખપત તાલુકાના બાલાપર ગામ પાસેનો કોઝવે તૂટ્યો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા કોઝવે તૂટી ગયો છે. કોઝવે તૂટી જતા અકસ્માત પણ સર્જાયો હતો. દૂધ ભરીની જતી ગાડી કોઝ વે પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી, પણ કોઝવે તૂટી જતાં આ રસ્તો બંધ થઈ ગયો હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે.
કચ્છના માંડવીમાં ભારે વરસાદને પગલે વીજલાઇન પર વૃક્ષ પડતા જીવંત તાર તૂટી ગયો હતો. વીજળીનો જીવંત તાર પાણીમાં પડી જતા એક મજૂરને કરંટ લાગ્યો હતો જેને પગલે મજૂરનું મોત નીપજ્યું હતું. NDRFની ટીમે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી આગળની કામગીરી હાથ ધરી હતી.
કચ્છમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગને પગલે જિલ્લાના 7 ડેમ છલકાઇ ગયા છે. અબડાસા, લખપતમાં ધોધમાર વરસાદથી જિલ્લાની જીવાદોરી સમાન ગોધાતડ અને સાનધ્રો ડેમ ઓવરફ્લો થયા છે.. તો માંડવીનો ડોણ ડેમ પણ ઓવરફ્લો થયો છે.. ઉપરાંત જંગડિયા, કંકાવટી, બેરાચીયા, મીઠી ડેમમાં નવા નીરની આવક થઇ છે.. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ TDO સમગ્ર જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.