કચ્છ : સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે સાંસદ વિનોદ ચાવડાએ ઉજવી દિવાળી
કચ્છની ક્રિક અને રણ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ બીઓપી પર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલાવી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળી ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ જવાનો સાથે દિવાળીનું પર્વ ઉજવ્યું હતું.
દેશભરમાં દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે દેશની સરહદો પર મા ભોમની રક્ષા કરતા જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરી. ભુજ ખાતે આવેલ સેક્ટર હેડક્વાર્ટર ખાતે જવાનોને મીઠાઈ વિતરણ કરી દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવી.
આ પણ વાંચો કચ્છ : અંજારમાં વેપારીના દીકરાના અપહરણ બાદ મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી