Kutch: માંડવીમાં તસ્કરોનો ત્રાસ, રાત્રિ દરમ્યાન વેપારી સાથે બનેલી લૂંટની ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video

Kutch: માંડવીમાં તસ્કરોનો ત્રાસ, રાત્રિ દરમ્યાન વેપારી સાથે બનેલી લૂંટની ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video

| Edited By: | Updated on: Aug 27, 2023 | 4:17 PM

કચ્છમાં ગત રાતે માંડવીની દેના બેંક પાસે લૂંટની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં એક શખ્સ કેમેરામાં કેદ થયો છે. માંડવી પોલીસે દાગીના ભરેલી એક બેગ પણ કબ્જે કરી છે.

CCTV Video of Kutch: કચ્છના માંડવીમાં ગઇકાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઇ હતી. તો હવે, લૂંટ દરમિયાનના CCTV સામે આવ્યા છે, જેમાં એક લૂંટારૂ કેમેરામાં કેદ થઇ ગયો. દૃશ્યોમાં જોઇ શકાય છે કે, ગઇકાલે રાતે પોણા 10 વાગ્યાની આસપાસ કે એક શખ્સ જે ભાગી રહ્યો છે, તેના હાથમાં દાગીનાનો થેલો છે.

લૂંટ બાદ શખ્સ ફરાર થઇ ગયો, CCTVના આધારે પોલીસે ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. તેમજ પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇકાલે 2 શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા. થેલામાં અંદાજિત 50 લાખના દાગીના હતા.

આ પણ વાંચો : માંડવીના દેના બેંક પાસેના વિસ્તારમાં થઈ 50 લાખના દાગીનાની ચોરી, આરોપીઓ ફરાર

મહત્વનું છે, પોલીસની શોધખોળમાં દાગીના ભરેલો એક થેલો મળી આવ્યો છે. હાલ, તો પોલીસે ફરાર 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સરેઆમ આ પ્રકારે વેપારી સાથે લૂંટની ઘટના બની. તો, તસ્કરોના વધતા ત્રાસ સામે પોલીસ કડક પગલાં લે તેવી માગ કરાઇ છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો