KUTCH : માંડવીના બાડા ગામની સીમમાંથી 1 કિલોથી વધુ ચરસ સાથે બે શખ્સો ઝડપાયા
માંડવી વિસ્તારમાંથી પોલીસને આ ચરસની હેરફેરની ચોક્કસ બાતમી મળી હતી. માંડવીના બાડા ગામની સીમમાંથી એક શંકાસ્પદ શખ્સને ઉઠાવવામાં આવ્યો હતો.
KUTCH : રાજ્યમાંથી ડ્રગ્સ સહીતના નશાકારક દ્રવ્યોનો વેપલો યથાવત છે. ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાની ઘટના વચ્ચે માંડવી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માંડવીના બાડા ગામની સીમમાંથી અંદાજીત 1 કિલોથી વધુનો ચરસનો જથ્થો ઝડપાયો છે. ચરસના આ જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપ્યા છે. FSLની મદદથી માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મૂજબ માંડવી વિસ્તારમાંથી પોલીસને આ ચરસની હેરફેરની ચોક્કસ બાતમી મળી હતી. માંડવીના બાડા ગામની સીમમાંથી એક શંકાસ્પદ શખ્સને ઉઠાવવામાં આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા અન્ય એક શખ્સનું નામ ખુલ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે, અત્યાર સુધીમાં 1 કિલોથી વધુનું ચરસ પકડી પાડ્યું છે. આ સાથે માંડવી પોલીસની ટીમે આ કેસમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તેની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ગત મહિને ટેલ્કમ પાઉડરની આડમા ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં 2988 કિલોગ્રામ હેરોઇનના ઝડપવામાં આવ્યું હતું. જેમાં DRI એ ઝડપેલા કેસમા તપાસ દરમ્યાન ગંભીર બાબતો ખુલવાની શક્યતાના પગલે તપાસ હવે NIAને સોંપી હતી. હાલ આ કેસની તપાસ NIA કરી રહી છે.
આ કેસની પ્રાથમિક તપાસમાં તેના તાર અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોવાનું ખૂલ્યું હતું. તેમજ વિવિધ એજન્સીઓએ તપાસ કર્યા બાદ હવે DRI પાસેથી તપાસ NIA એ સંભાળી લીધી છે. જેમાં અંદાજીત 21.000 કરોડનુ ડ્રગ્સ કસાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ તે દેશનું અત્યાર સુધીનુ સૌથી મોટુ ઓપરેશન પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો : GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો ગુજરાતના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં