Kutch: કચ્છમાં કેટલીક ગાયોમાં ફરી દેખાયા લમ્પી વાયરસના લક્ષણો, પશુપાલન વિભાગે નમૂના પરીક્ષણ માટે મોકલ્યા, જૂઓ Video

Kutch: કચ્છમાં કેટલીક ગાયોમાં ફરી દેખાયા લમ્પી વાયરસના લક્ષણો, પશુપાલન વિભાગે નમૂના પરીક્ષણ માટે મોકલ્યા, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 3:50 PM

ભૂજના માધાપર ગામે કેટલીક ગાયોમાં લમ્પી વાયરસ જેવા લક્ષણો સામે આવ્યા છે. ત્યારે આ બાબતની જાણ થતા જ પશુપાલન વિભાગે તેના નમૂના લઈ ભોપાલ પરીક્ષણ માટે મોકલ્યા છે.

Kutch : કચ્છમાં ફરી કેટલીક ગાયોમાં લમ્પી વાયરસના (Lumpy virus) લક્ષણો મળ્યા છે. ભૂજના માધાપર ગામે કેટલીક ગાયોમાં લમ્પી વાયરસ જેવા લક્ષણો સામે આવ્યા છે. ત્યારે આ બાબતની જાણ થતા જ પશુપાલન વિભાગે તેના નમૂના લઈ ભોપાલ પરીક્ષણ માટે મોકલ્યા છે. 6 જેટલી ગાયોના શરીર પર ગાંઠ જેવુ જોવા મળી રહ્યુ છે. પશુપાલન વિભાગે આ ચાર ગાયને અલગ રાખી રસીકરણની (Vaccination)  કામગીરી પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો- Manipur Violence: મણિપુરમાં અમિત શાહની અપીલની અસર, 140 હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા

લમ્પી રોગ એક વાયરલ રોગ છે. આ વાયરસ પોક્સ પરિવારનો છે. લમ્પી રોગ એ મૂળ આફ્રિકન રોગ છે અને મોટાભાગના આફ્રિકન દેશોમાં પ્રચલિત છે. આ રોગ ઝામ્બિયા દેશમાં ઉદ્દભવ્યો હોવાનું માનવામાં આવે છે. લમ્પી ચામડીનો રોગ મુખ્યત્વે ગાયોને અસર કરે છે. દેશી ગાયોની સરખામણીમાં સંકર જાતિની ગાયોમાં લમ્પી રોગને કારણે મૃત્યુદર વધારે છે.

આ રોગથી પ્રાણીઓમાં મૃત્યુદર 1 થી 5 ટકાની વચ્ચે છે. આ રોગના લક્ષણોમાં તાવ, દૂધ ઓછું થવું, ચામડી પર ગાઠો, નાક અને આંખોમાંથી સ્રાવ વગેરેનો સમાવેશ થાય છે. રોગના ફેલાવાનું મુખ્ય કારણ મચ્છર, માખીઓ અને પરોપજીવીઓ જેવા જીવો છે. વધુમાં, આ રોગ અનુનાસિક સ્ત્રાવ, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત પ્રાણીઓના પાણી દ્વારા પણ ફેલાય છે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">