Kutch: રાપર વિસ્તારમાં ધોધમાર વરસાદ, બે કલાકમા દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે બપોરના સમયે રાપરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાપર પંથકમાં બે કલાકમા દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 4 કલાકમા રાપર વિસ્તારમા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
Kutch: કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે બપોરના સમયે રાપરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાપર પંથકમાં બે કલાકમા દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 4 કલાકમા રાપર વિસ્તારમા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમા પણ વરસાદ વરસી રહ્યો છે.
આગામી પાંચ દિવસ રહેશે અતિભારે
ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.
