AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: કચ્છમાં અત્યાર સુધી 18 ઇંચથી વધુ વરસાદ પડયો, 8 હજાર વીજપોલ ધરાશાયી-ઋષિકેશ પટેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 9:08 PM
Share

Biparjoy Cyclone: કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 24 કલાક દરમિયાન 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જિલ્લામાં 3275 વૃક્ષો ધરાશાયી થયા હતા. આ દરમિયાન 71 પશુઓના મોત.

 

બિપરજોય વાવાઝોડા ને લઈ છેલ્લે 24 કલાકથી અસર જોવા મળી રહી છે. વાવાઝોડાને લઈને 54 હજારથી વધારે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. વાવાઝોડાની અસરને લઈ કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 24 કલાક દરમિયાન 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. કચ્છ જિલ્લામાંથી વાવાઝોડુ પસાર થવાની અસરથી કચ્છ જિલ્લામાં 3275 વૃક્ષો ધરાશાયી થયા હતા. આ દરમિયાન 71 પશુઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વાવાઝોડાને લઈ કચ્છ અગાઉથી જ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચક્રાવાતને લઈ સજ્જતાને લઈ રુબરુ નિરીક્ષણ કર્યુ હતુ. વાવાઝોડુ કચ્છ જિલ્લામાંથી પસાર થવા બાદ પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાને માહિતી આપતા બતાવ્યુ હતુ કે, 670 કાચા અને 275 પાકા મકાનોને અસર થઈ હતી. 8 હજાર વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા. જિલ્લામાં એક પણ જેટીને નુક્શાન થયુ નથી.

 

આ પણ વાંચોઃ  Shahid Afridi: અમદાવાદમાં રમવાને લઈ પાકિસ્તાનની બહાના બાજી સામે શાહિદ આફ્રિદીએ PCB ને લઈ નાંખ્યુ, કહ્યુ-ભૂત છે ત્યાં?

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 16, 2023 09:04 PM
g clip-path="url(#clip0_868_265)">