કચ્છ: CM ભૂપેન્દ્ર પટેલે ભુજના બસપોર્ટનું કર્યું લોકાર્પણ, કરોડોના ખર્ચે બનવાયું છે આઈકોનિક બસપોર્ટ ટર્મિનલ

કચ્છ: CM ભૂપેન્દ્ર પટેલે ભુજના બસપોર્ટનું કર્યું લોકાર્પણ, કરોડોના ખર્ચે બનવાયું છે આઈકોનિક બસપોર્ટ ટર્મિનલ

| Edited By: | Updated on: Dec 26, 2023 | 9:32 PM

આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યમાં 15 આઈકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે આજે ભુજ ખાતે 11મું બસપોર્ટ કાર્યરત થયું છે. ભુજ બસપોર્ટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળશે.

કચ્છમાં કરોડોના ખર્ચે બનેલ ભુજનું આઈકોનિક બસપોર્ટ લોકો માટે ખુલ્લુ મુકાયું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભુજ બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આઈકોનિક બસપોર્ટ શરૂ થવાથી મુસાફરોને અનેક સુવિધાઓ મળશે. તો સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે અન્ય 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પણ વાંચો રાજ્યમાં ખનિજમાફીયા બેફામ, પાટણ-મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગરમાં સામે આવી ખનિજ ચોરી- જુઓ વીડિયો

આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યમાં 15 આઈકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે આજે ભુજ ખાતે 11મું બસપોર્ટ કાર્યરત થયું છે. ભુજ બસપોર્ટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો