Kutch: આદિપુરમાં ACમાં બ્લાસ્ટ થતાં યુવકનું મોત, શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું, જુઓ Video

Kutch: આદિપુરમાં ACમાં બ્લાસ્ટ થતાં યુવકનું મોત, શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 5:28 PM

કચ્છના આદિપુરમાં ACમાં બ્લાસ્ટ થતાં યુવકનું મોત નીપજયું છે. આદિપુરની વંદના સોસાયટીમાં આ ઘટના બની છે. શોર્ટ સર્કિટના કારણે ACમાં બ્લાસ્ટ થયો હતો. આગમાં ગંભીર રીતે દાઝી જતાં યુવકનું મોત થયું છે.

કચ્છના આદિપુરમાં ACમાં બ્લાસ્ટ થતાં એક યુવકનું મોત થયું છે. આદિપુરની વંદના સોસાયટીમાં આ કરુણ ઘટના બની છે. જેમાં  આદિપુરની વંદના સોસાયટીમાં મકાનના રૂમમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો. એસીમાં બ્લાસ્ટ થયા બાદ રૂમમાં આગ લાગી હતી. જેથી આગમાં ગંભીર રીતે દાઝી જતાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મહત્વનુ છે કે પ્રાથમિક રીતે જોતાં શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હતી. જોકે આ ગંભીર ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : કચ્છના સુખપરમાં પશુઓ માટે નથી કોઈ ઈમરજન્સી સેવા, સરકારની કરુણા એનિમલ ઈમરજન્સી માત્ર કાગળ પર

બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. શોર્ટ સર્કિટના કારણે એસીમાં બ્લાસ્ટ થયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનેલી આ AC બ્લાસ્ટની ઘટનામાં લોકોએ પણ ચેતવાની જરૂર છે. કારણ કે તમારા ઘરમાં રહેલું ACનું જો યોગ્ય સમારકામ નહીં થયું હોય અથવા વાયરિંગની યોગ્ય રીતે જાળવણી નહીં કરાઇ હોય તો આવા બનાવ બની શકે છે.

  કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">