Ahmedabad : રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક, આંદોલન પાર્ટ-2ની કરાશે જાહેરાત

|

Apr 19, 2024 | 12:35 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રુપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક યોજાવાની છે. સંકલન સમિતિની બેઠકમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે.

ક્ષત્રિયોએ રાજકોટમાં યોજાયેલી સભામાં 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. સંકલન સમિતિ દ્વારા આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરાશે. રૂપાલની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો અડગ છે. જો કે ક્ષત્રિયાણીઓએ 350થી વધુ ફોર્મ ભરવાની જાહેરાત  કરી હતી. બીજી તરફ પરશોત્તમ રુપાલાએ વિરોધના વંટોળ વચ્ચે 16 તારીખે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સી.આર.પાટીલ અને અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવાના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:35 pm, Fri, 19 April 24

Next Video