રાજકોટમાં લગાવેલા ભાજપ – મોદીના પોસ્ટર ઉતરાવવા ક્ષત્રિય સમાજે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ, Video

|

Apr 17, 2024 | 4:25 PM

રાજકોટમાં ભાજપે બેનરો લગાવતા ક્ષત્રિય સમાજ દ્વારા આચારસંહિતા ભંગની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે મુદ્રક અને પ્રકાશકનું નામ જાહેર કર્યા વગર બેનર લગાવવામાં આવ્યા છે.

ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતાના પ્રચાર માટે બેનરો લગાવતા હોય છે. ત્યારે રાજકોટમાં ભાજપે બેનરો લગાવતા ક્ષત્રિય સમાજ દ્વારા આચારસંહિતા ભંગની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે મુદ્રક અને પ્રકાશકનું નામ જાહેર કર્યા વગર બેનર, હોર્ડિંગ, પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ કહ્યું હોર્ડિંગની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી. તંત્ર ભાજપના ઇશારે કામ કરતું હોવાનો આક્ષેપ ક્ષત્રિય સમાજે કર્યો છે.

બીજી તરફ અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજાએ કહ્યું હતુ કે ક્ષત્રિય સમાજની એક જ માગણી છે. રૂપાલાની ટિકિટ રદ થાય. ક્ષત્રિય સમાજ કોઈ પણ હિસાબે રૂપાલાને માફ કરવા માટે તૈયાર નથી. આ સાથે તેમણે કહ્યું કે 19 તારીખ સુધીમાં રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો આંદોલનનો બીજા ભાગ શરૂ થશે. આ ઉપરાંત ગીતાબાના આક્ષેપ અંગે કહ્યું કે જો અમે સરકાર સાથે મળેલા હોત તો અમે કાલે જ સમાધાન કરી લીધું હોત.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video