હજુ પણ નવસારીમાં જ અટવાયું ચોમાસું, જાણો ક્યારે પડશે સમગ્ર રાજ્યમાં વરસાદ

|

Jun 20, 2024 | 8:15 PM

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું હાલ નવસારીમાં અટવાયેલું છે. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો નથી અને ખેડૂતો વાવણી કરી શકતા નથી. જો કે હવે ચોમાસાને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 2 દિવસમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ચોમાસું આગળ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતમાં આમ તો ચોમાસાએ વહેલી એન્ટ્રી કરી લીધી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું નવસારીમાં જ અટક્યું છે. આગળ વધી રહ્યું નથી. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો નથી અને ખેડૂતો વાવણી કરી શકતા નથી. જો કે હવે ચોમાસાને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ છે અને હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું હાલ નવસારીમાં અટવાયેલું છે. પરંતુ, 2 દિવસમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ચોમાસું આગળ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Next Video