આજનું હવામાન : જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા, જુઓ Video

આજનું હવામાન : જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા, જુઓ Video

| Updated on: Mar 19, 2025 | 9:53 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હિટવેવની આગાહી

હવામાન શાસ્ત્રી ચિરાગ શાહની આગાહી અનુસાર એપ્રિલ અને મે મહિનામાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.આ વર્ષનો ઉનાળો આકરો રહે તેવી આગાહી કરી છે. હાલ ભારતમાં બે સિસ્ટમ સક્રિય છે.ઉત્તર અને દક્ષિણ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી તાપમાનમાં વધારો થશે.અરબ સાગરમાં પણ સાયક્લોનિક સકર્યુલેશન સક્રિય થઈ રહ્યું છે.પેસિફિક મહાસાગરમાં થતી હલચલ વિશ્વમાં વાતાવરણની દિશા નક્કી કરે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતમાં અમરેલી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ આણંદ, અરવલ્લી, બોટાદ, દાહોદ, જુનાગઢ, ખેડા, મહીસાગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અમદાવાદ, બનાસકાંઠા, ડાંગ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 19, 2025 08:53 AM