રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, કેકેવી ડબલ ડેકર બ્રિજનું નામ બદલીને રખાયુ ‘શ્રી રામ’ બ્રિજ, જુઓ વીડિયો

| Updated on: Jan 20, 2024 | 11:36 AM

રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર આવેલો કેકેવી ચોકને ક્રોસ કરતા મલ્ટીલેવલ બ્રિજનું નામ બદલવામાં આવ્યુ છે. કેકેવી બ્રિજનું નામ શ્રી રામ અપાયું છે. મનપાની સામાન્ય સભામાં કેકેવી બ્રિજનું નામ શ્રી રામ અપાતા સૌ લોકોએ આવકાર્યુ છે.

20 લાખ જેટલી જનતાના પ્રતિનિધિઓએ સર્વાનુમતે નિર્ણયને વધાવ્યો હતો.અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે.જ્યાં ભગવાન શ્રી રામના નામે આઇકોનિક બ્રિજ તરીકે ઓળખાશે. મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇ રાજકોટમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ અપાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો