Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ

| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:58 AM

પૂરતી વીજળી ન મળતા ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેને લઈને કિસાન સંઘે નાણાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી હતી અને કિસાન સંઘે રાજ્ય સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતું.

રાજ્યમાં વીજળી (Electricity) મુદ્દે ખેડૂતો અને સરકાર આમને સામને આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોએ (Farmers) સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી 8 કલાક વીજળીની ઉગ્ર માગ કરી છે. ખેડૂતોને 6 કલાક વીજળી આપવાના મુદ્દે કિસાન સંઘે (Kisan Sangh)આપેલા 72 કલાકના અલ્ટીમેટમ બાદ હવે રાજ્ય સરકાર કિસાન સંઘ સાથે બેઠક યોજવા તૈયાર છે. આજે સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં નાણાપ્રધાન કનુ દેસાઈ સાથે કિસાન સંઘના આગેવાનોની બેઠક મળશે. બેઠક બાદ કિસાન સંઘ આગામી કાર્યક્રમની જાહેરાત કરશે.

અનિયમિત વીજળી મળતા રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો પૂરતી વીજળીની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. 8 કલાક વીજળી આપવાના વાયદા પછી ખેડૂતોને વીજળી નથી મળી રહી. આ જ કારણ છે કે ખેડૂતો હવે વીજળીને લઈને આકરા પાણીએ છે. આ જ કારણ છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોએ સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી 8 કલાક વીજળીની ઉગ્ર માગ કરી છે. ત્યારે ખેડૂતોને 6 કલાક વીજળી આપવાના મુદ્દે કિસાન સંઘે આપેલા 72 કલાકના અલ્ટીમેટમ બાદ હવે રાજ્ય સરકાર અને કિસાન સંઘની બેઠક યોજાશે.

આજે સાંજે 6 વાગ્યે નાણાપ્રધાન કનુ દેસાઈ સાથે કિસાન સંઘના આગેવાનોની બેઠક મળશે. બેઠક બાદ કિસાન સંઘ આગામી કાર્યક્રમની જાહેરાત કરશે. કિસાન સંઘે રાજ્ય સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, પૂરતી વીજળી ન મળતા ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેને લઈને કિસાન સંઘે નાણાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી હતી.

આ પણ વાંચો-

Ahmedabad: શહેરની સુરક્ષાની ચિંતા રાખતા AMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના કપાળે ચિંતાની કરચલી, 50થી પણ વધુ વાહનોની કંપનીએ સર્વિસ ન કરી આપતા બંધ હાલતમાં

આ પણ વાંચો-

ગુજરાત શિક્ષણ બોર્ડનો નવતર પ્રયોગ, પરીક્ષા કેન્દ્રો પર મુકવામાં આવી પશ્ચાતાપ પેટી

Published on: Mar 29, 2022 09:57 AM