ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ, પોલીસે નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી- Video

કીર્તિ પટેલે આજે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. કીર્તિ પટેલ સામે પોલીસની ફરજમાં રૂકાવટ તેમજ ગીર સોમનાથના સાધુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાઈ છે.

| Edited By: | Updated on: Feb 24, 2026 | 7:25 PM

સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને ખંડણીને ગઈકાલે ખંડણ માગવાના કેસમાં જામીન મળ્યા છે. કોર્ટા આદેશ પ્રમાણે આજે કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. પોલીસે કીર્તિ પટેલનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ બે ગુન્હા નોંધાયલા છે. પોલીસની ફરજમાં રૂકાવટ તેમજ ગીર સોમનાથમાં સાધુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ખંડણી માગવાના કેસમાં તાલુકા પોલીસે કીર્તિની મિત્ર દિવ્યા સાવલાનીની પણ ધરપકડ કરી છે. આજે તેનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. જુનાગઢ કોર્ટમાં દિવ્યા સાવલાનીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવી હતી. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા છે. દિવ્યા સાવલાની ઉપર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કોર્ટ જે ચુકાદો આપે તેના પર મીટ મંડાયેલી છે. કીર્તિ પટેલના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે જોવુ રહ્યુ દિવ્યા સાવલાણીને કેટલા રિમાન્ડ મળે છે. આપને જણાવી દઈએ જેતપુરના યુવકે કીર્તિ પટેલના વિરુદ્ધમાં વીડિયો બનાવતા કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી સહિત 5 લોકો દ્વારા યુવકને ધમકી આપવામાં આવી હતી. બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 20 લાખની ખંડણી માગી હતી. યુવકને વારંવાર ફોન કરી તેને વીડિયો ડિલિટ કરવા માટે ધમકી આપવામાં આવી હતી.

ગત રોજ કીર્તિ પટેલ આ કેસમાં કીર્તિનો જામીન પર જેલમુક્ત થઈ છે. જ્યારે તેની મિત્ર દિવ્યા સાવલાણીને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાઈ છે. પોલીસે ફરિયાદને આધારે દિવ્યા સાવલાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Breaking News: કોર્ટ રૂમમાં પહોંચતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી કીર્તિ, કોર્ટે જામીન આપતા જ બોલી હર-હર મહાદેવ

Published On - 6:16 pm, Tue, 24 February 26